Posts

Showing posts from July, 2024

ખેરગામ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી બાબતે આયોજન કરાયું.

Image
  ખેરગામ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી બાબતે આયોજન કરાયું. તારીખ:૨૭-૦૭-૨૦૨૪નાં દિને જનતા માઘ્યમિક શાળા ખાતે આદિવાસી સમાજનાં આગેવાનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી કરવા બાબતે મિટીંગ યોજાઈ. આ મિટિંગમાં આદિવાસી સમાજનાં આગેવાનોમાં ખેરગામ તાલુકાના આગેવાનો, સરપંચશ્રીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કર્મચારીઓ,ઉપસ્થિત રહી ખેરગામ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવા આયોજન કરવામાં આવ્યું.  જેમાં ભૂતપૂર્વ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અગ્રણી આગેવાનો, હાલના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા બીરસા મુંડા સર્કલ ખાતે પ્રકૃતિ પૂજા કરવા સર્વસંમતિથી નક્કી કરવામાં આવ્યું હતું. બિરસા મુંડા સર્કલથી ખેરગામ બજાર, દશેરા ટેકરી થઈને ડૉ.બાબા સાહેબ આંબેડકર સર્કલ પાસે પૂર્ણાહુતી કરવામાં આવશે.

Khergam blood donation camp: ખેરગામ જનતા માઘ્યમિક શાળામાં રક્તદાન કેમ્પ યોજાયો.

Image
   Khergam blood donation camp: ખેરગામ જનતા માઘ્યમિક શાળામાં રક્તદાન કેમ્પ યોજાયો. તારીખ :૨૦-૦૭-૨૦૨૪નાં દિને શ્રી જનતા કેળવણી મંડળ સંચાલિત જનતા માધ્યમિક શાળા ખેરગામ ખાતે રોટરી કલબ ઓફ ચીખલી રીવરફન્ટ અને વલસાડ રક્તદાન કેન્દ્રના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં ખેરગામ વિસ્તારનાં તેમજ અન્ય સ્થળોઓથી પધારેલ સેવાભાવી  રક્તદાતાઓ સહિત ખેરગામ વેણ ફળિયાનાં ડો.પંકજભાઈ પટેલે 50મી વખત રક્તદાન કર્યું  હતું. તેમજ મંડળનાં હોદ્દેદારોએ પણ આ રક્તદાનમાં ભાગ લઈ મંડળ પ્રત્યેની કૃતજ્ઞતા પ્રગટ કરી હતી. આ પ્રસંગે જનતા કેળવણી મંડળના પ્રમુખશ્રી અરવિંદભાઈ પટેલે તમામ રક્તદાતાઓનો તેમનાં તંદુરસ્ત જીવન માટે હાર્દિક શુભકામનાઓ અને સમાજ માટે ઋણ ચૂકવવા બદલ અંતઃ પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં  ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ, પ.પૂ. કથાકાર પ્રફુલ શુક્લજી,ખેરગામ ગ્રામ પંચાયતનાં સરપંચશ્રી ઝરણાબેન પટેલ, નવસારી જિલ્લા સદસ્ય અને પૂર્વ પ્રમુખશ્રી ભીખુભાઈ આહીર,ખેરગામ મામલતદારsશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ,  મંડળનાં હોદ્દેદારો, શાળાનાં શિક્ષકો, ગામના આગેવાનો, પત્રકાર મિત્રો, રોટરી કલબ ચીખલીના હોદ્દેદારો, રક્તદાન કેન્દ્રન

Info Anand Gog : આણંદ જિલ્લાની સૌથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી હાડગુડ પ્રાથમિક શાળામાં ઘડાઈ રહ્યું છે ૮૯૮ વિદ્યાર્થીઓનું ભાવિ

Image
  Info Anand Gog : આણંદ જિલ્લાની સૌથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી હાડગુડ પ્રાથમિક શાળામાં ઘડાઈ રહ્યું છે ૮૯૮ વિદ્યાર્થીઓનું ભાવિ ચાલુ વર્ષે શાળાની માળખાગત સુવિધાઓથી પ્રભાવિત વાલીઓએ ૨૧ બાળકોને ખાનગી શાળા માંથી હાડગુડ પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાવ્યો  * છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન ૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને હાડગુડ પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવ્યો * હાડગુડ પ્રાથમિક શાળા એટલે.... ૩૦ કોમ્પ્યુટર સાથેની એસી સુવિધા ધરાવતી લેબ, ૩૦ સીસીટીવી કેમેરાથી સજ્જ શાળા તથા ફાયર સેફટીની અદ્યત્તન સુવિધાથી સજ્જ આધુનિક ભવન  * આણંદ, મંગળવાર : સરકારી શાળાઓમાં માળખાગત સુવિધાઓમાં વધારો થતાં અને આધુનિકીકરણ થતાં લોકોનો સરકારી શાળા તરફનો અભિગમ બદલાયો છે. આ અન્વયે આજે વાત કરવી છે, આણંદ જિલ્લા મથક થી માત્ર ‌ ૩ કિ.મી. દુર આવેલી પી.એમ.શ્રી યોજના અંતર્ગતની આદર્શ એવી હાડગુડ પ્રાથમિક શાળાની. આ એક એવી શાળા છે કે જેમાં ધોરણ ૦૧ થી ૦૮ માં ૮૯૮ જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભણી રહ્યા છે અને સરકારી શાળા હોવા છતાં દર વર્ષે વિદ્યાર્થીઓના પ્રમાણમાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. હાડગુડ પ્રાથમિક શાળામાં વર્ષ ૨૦૨૪-૨૫ માં બાલાવાટીકા

Dang, Vaghai,Gira water fall : ચોમાસામાં પ્રકૃતિ પ્રેમી પર્યટકોની પહેલી પસંદ : 'ડાંગનો નાયગ્રા' વઘઇનો ગીરાધોધ

Image
  Dang, Vaghai,Gira water fall : ચોમાસામાં પ્રકૃતિ પ્રેમી પર્યટકોની પહેલી પસંદ : 'ડાંગનો નાયગ્રા'  વઘઇનો ગીરાધોધ અહેવાલ : મનોજ ખેંગાર  (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૫: ભારતના દિલ તરીકે ઓળખાતા મધ્યપ્રદેશના ભેડાઘાટ (જબલપુર) સ્થિત 'ધુંઆધાર વોટરફોલ' ની યાદ અપાવતો, અને ડાંગના નાયગ્રા તરીકે ઓળખાતો આંબાપાડા (વઘઇ)નો 'ગીરાધોધ', ખાસ કરીને ચોમાસામા ડાંગ અને સાપુતારાના પ્રવાસીઓની પહેલી પસંદ છે.  સાપુતારાની સહ્યાદ્રિ પર્વતમાળામાંથી નીકળી અરબ સાગર સુધી પહોંચતી અંબિકા નદી, અહીં ત્રણસો ફૂટના વિશાળ પટમા, શાંત અને ધીર ગંભીર સ્વરૂપે વહે છે. જે નદી અહીં કાળમીંઢ શિલાઓ ઉપરથી સો ફૂટ નીચે જ્યારે ખાબકે છે ત્યારે, અહીં આવતા પર્યટકોને ભેડાઘાટના 'ધુંઆધાર વોટરફોલ'ની યાદ અપાવી જાય છે.  હા, તમે ડાંગના નાયગ્રા ધોધ તરીકે ઓળખાતા આ વોટરફોલની નજીક જાઓ, તો હવા સાથે સો ફૂટ ઊંચેથી નીચે ખાબકતા જળપ્રપાતમાંથી ઉડતી પાણીની બુંદ, ધૂમ્રશેર તમને ચોક્કસ જ ભીંજવી નાખે.  અંબિકા નદીનુ આ મનમોહક અને અતિ રમણીય દ્રશ્ય જોવા, જાણવા, અને માણવા માટે ખાસ કરીને ચોમાસાની ઋતુમા અહીં પર્યટકોનો મેળાવડો જામે છે.  પ્

Tapi district,Nizar, kukarmunda educational blogspot news updates

Image
Tapi district,Nizar, kukarmunda educational blogspot news updates  તાપી કલેકટરશ્રી દ્વારા નિઝર,કુકરમુંડાની શૈક્ષણીક સંસ્થા,તાલુકા પંચાયત, આંગણવાડી,પ્રાથમિક શાળા,ગ્રામ પંચાયત,મામલતદાર કચેરી,પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત   એસ્પિરેશનલ બ્લોક નિઝર અને કુકરમુંડાના સર્વાંગી વિકાસ માટે 'સંપૂર્ણતા અભિયાન'નો પ્રારંભ કરાવ્યો. સરકારશ્રીના યોજનાકિય લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડી નીતિ આયોગ દ્વારા નક્કી કરાયેલા પેરામીટર્સને પરિપૂર્ણ કરવા માર્ગદર્શન આપ્યું. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapiadi   pic.twitter.com/Q1CoFydoD7 — Collector & DM-Tapi (@CollectorTapi)  July 6, 2024 આજ રોજ સોનગઢ તાલુકાની મુલાકાત દરમિયાન ઉકાઇ આંગણવાડીની મુલાકાત લીધી અને જરૂરી સૂચનાઓ આપી. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapiadi   pic.twitter.com/ZGjIklERsG — Collector & DM-Tapi (@CollectorTapi)  July 6, 2024 આજ રોજ નિઝર તાલુકાની મુલાકાત દરમિયાન નિઝર તાલુકા ખોડદા ખાતે આંગણવાડી, પ્રાથમિક શાળા તથા ગ્રામ પંચાયતની મુલાકાત લીધી અને સંબંધિતોને જરૂરી સૂચનાઓ આપી. @CMOGuj @revenuegujarat @Info

Khergam :ખેરગામ તાલુકાના નડગધરી અને ધામધૂમા ગામ ખાતે સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

Image
  Khergam :ખેરગામ તાલુકાના નડગધરી અને ધામધૂમા ગામ ખાતે સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. માનનીય વડાપ્રધાન શ્રી Narendra Modi જી પર્યાવરણ સંરક્ષણ માટે રાષ્ટ્રને આપેલ "#एक_पेड़_मॉं_के_नाम " મંત્રને અનુસરીને આજે... Posted by  Aatish Patel  on  Wednesday, July 10, 2024 માનનીય વડાપ્રધાન શ્રી Narendra Modi જી પર્યાવરણ સંરક્ષણ માટે રાષ્ટ્રને આપેલ "#एक_पेड़_मॉं_के_नाम " મંત્રને અનુસરીને આજે... Posted by  Aatish Patel  on  Wednesday, July 10, 2024

Khergam: ખેરગામ તાલુકાના ગૌરી અને તોરણવેરા ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ગુજરાત સરકાર દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

Image
  Khergam: ખેરગામ તાલુકાના ગૌરી અને તોરણવેરા ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ગુજરાત સરકાર દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. આજ રોજ ખેરગામ તાલુકાના ગૌરી ગ્રામપંચાયત સંકુલ અને તોરણવેરા માધ્યમિક શાળા ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ગુજરાત સરકાર દ્વારા *એક પેડ મા કે નામ* અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેમાં મુખ્ય મહેમાન તરીકે ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ, ભાજપ પ્રમુખશ્રી ચુનીભાઈ પટેલ, માજી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીખુભાઈ આહીર, ભાજપ મહામંત્રીશ્રી લિતેશભાઈ ગાંવિત, વિવિધ ગામના સરપંચશ્રીઓ પ્રકાશભાઈ પટેલ ગૌરીના યજમાનપદે, પંકજભાઈ નાયક વડપાડા, મહેન્દ્રભાઈ નાયક પાટી, સુનિલભાઈ નાયક તોરણવેરા, ચંદુભાઈ પટેલ ચીમનપાડા યુવા મોરચા મંત્રી મુકુંદભાઈ પટેલ, ગૌરી પ્રાથમિક શાળાના આચાર્ય શિક્ષકો અને બાળકો, યુવા બોર્ડ સંયોજક નિહાલભાઈ, આતિશભાઈ ઉપસ્થિત રહ્યા હતા.